જણાવી દઈએ કે, જગદીપ ધનખડ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ માટે બોલાવેલી બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓએ તેમને ઘેરી લઈ વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલને પોતાની કારમાંથી બહાર પણ નિકળવા દેતા નહોતા. એટલું જ નહીં વિદ્યાર્થીઓ દ્વારા જગદીપ ધનખડ ગો બેકના પોસ્ટર પણ લહેરાવ્યા હતા.
રાજ્યપાલ ધનખડ સાથે જાદવપુર યુનિવર્સિટીમાં સોમવારે પણ વિદ્યાર્થીઓએ ધક્કામુક્કી કરી હતી અને તેમને કાળા ઝંડા બતાવ્યા હતા. તો વળી તેના એક દિવસ પહેલા જ અઘટિત ઘટના ન ઘટે તે માટે દીક્ષાંત સમારોહ 24 ડિસેમ્બરનો કાર્યક્રમ રદ કરવાના નિર્ણયને પણ અમાન્ય ગણાવ્યો હતો.
વિદ્યાર્થીઓએ ધમકી આપી છે કે, મંગળવારના રોજ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આવશે તો ફરી વાર તેમનો વિરોધ કરીશું. સંસ્થાના નિયમો મુજબ તેમની હાજરી જરુરી નથી.
સંશોધિત નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈ રાજ્યપાલના વલણને જોતા વિદ્યાર્થીઓએ તેમની કારને ઘેરી લીધી હતી. તેમની કાર બપોરના બે વાગ્યાની આસપાસ મુખ્ય દરવાજા પાસે આવી પહોંચી હતી. જ્યાં તેમની કારને ઘેરી નારેબાજી કરી હતી. રાજ્યપાલને સંસ્થાના મુખ્ય બેઠકમાં ભાગ લેવાનો હતો.