મીડિયાએ રોબર્ટ વાડ્રાની ચાલી રહેલી EDની પૂછપરછ વિશે પ્રિયંકાની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. તેના પર પ્રિયંકાએ જણાવ્યું કે આ બધુ તો ચાલતુ જ રહેશે, હું મારૂ કામ કરી રહી છું. જ્યારે મીડિયાએ આગળ પુછ્યું કે વાડ્રા સાથે થઇ રહેલી EDની પૂછપરછ તેના પર પ્રભાવ પડે છે, તો પણ તેનો જવાબ તે જ હતો, "યે ચીજે ચલતી રહેંગી, યે ચીજે ચલતી રહેંગી."
તે ઉપરાંત કોંગ્રેસમાં તેના કાર્યભાર પર તેઓએ પ્રતિકિયા આપી હતી. તેઓએ કહ્યું હતું કે સંસ્થા પાસેથી ધણું શીખી રહી છું. હું કોંગ્રેસી કાર્યકર્તાઓ પાસેથી 2019ની ચુંટણી પર તેની પ્રતિક્રિયા અને તેના વિચારો જાણવાનો પ્રયાસ કરી રહી છું. હું તેની પાસેથી જાણી રહી છું કે તેની નજરમાં કેવી રીતે આ ચૂંટણી લડવી જોઇએ.