નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારત પ્રવાસે આવવાના છે. ત્યારે તેના સ્વાગત માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેને લઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, પ્રમુખ ટ્રંપના સ્વાગત માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેઓએ કહ્યું કે, દેશને એ જાણવાનો હક છે કે સરકાર આ સમિતિને કેટલા પૈસા આપ્યા છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું કે, પ્રમુખ ટ્રંપના આગમન પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ આ પૈસા એક સમિતિ દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે. શું દેશ ને એ જાણવાનો હક નથી કે મંત્રાલયે સમિતિને કેટલા પૈસા આપ્યા? સમિતિ પાછળ સરકાર શું છુપાવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ટ્રંપનો કાર્યક્રમ વ્યક્તિગત છે. જેમાં સરકાર પૈસા ખર્ચ નથી કરી રહી. આ પૈસા ટ્રંપ લોકોનું અભિનંદન સમિતિ ખર્ચ કરી રહી છે.
જણાવી દઇ એ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારત પ્રવાસ પર આવવાના છે. પ્રમુખના આગમનને લઇ અમદાવાદના મોટેરામાં ખાસ તૈયારીઓ થઇ રહી છે.