નાગરિકતા સુધારા કાયદાનો વિરાધ અને લખનઉ પોલીસ પર લગાવેલા આરોપને કારણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ચર્ચામાં છે. જે બાદ સોમવાર મોડી રાત્રે પ્રિયંકા ગાંધીએ એક ટ્વીટ કરી તેના પ્રસંશકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
પ્રિયંકા ગાંધી નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા લખનઉ પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તેની સાથે ગેરવર્ણતુક કરી હતી, તેવો આરોપ પ્રિયંકા ગાંધીએ પોલીસ પર લગાવ્યો હતો. જે કારણે તે લાઈમલાઈટમાં છે. જે બાદ પ્રિયંકા ગાંધીએ આ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ તેણે ક્યા સંદર્ભમાં કર્યું છે, એ સ્પષ્ટ થતુ નથી.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ઉતર પ્રદેશની યોગી સરકાર પર આકર પ્રહારો કર્યા હતા. તેણે નાગરિકતા સુધારા કાયદાના વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસા દરમિયાન પોલીસની કામગીરી અંગે સવાલો પણ કર્યા હતા.