ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીએ કહ્યું- 'રામ બધામાં' રાષ્ટ્રીય એકતાનો અવસર બને રામમંદિરનું ભૂમિ પૂજન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી રામમંદિર ભૂમિ પૂજન પર નિવેદન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી અલગ-અલગ રીતે નિવેદનો આપવામાં આવી રહ્યાં છે.

Priyanka Gandhi
Priyanka Gandhi
author img

By

Published : Aug 4, 2020, 2:13 PM IST

લખનઉઃ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે વડાપ્રધાન મોદીના હાથે થશે. આ ભૂમિ પૂજન પહેલા સતત રાજકીય નિવેદનો સામે આવી રહ્યાં છે, પરંતુ આ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી એક નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એક્તા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બને.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, સરળતા, સાહસ, સંયમ, ત્યાગ, વચનબદ્ધ, દીનબંધુ રામ નામનો સાર છે. રામ બધામાં છે, રામ બધાની સાથે છે. ભગવાન રામ અને માતા સીતાના સંદેશ અને તેમની કૃપાની સાથે રામ લલ્લાના મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એક્તા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બને.

પ્રિયંકાએ લખ્યું કે, 5 ઓગસ્ટ, 2020ના દિવસે રામલલ્લાના મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય એક્તાનો અવસર બને, જય સિયા રામ. પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે રામ મંદિરને લઇને અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યાં છે. એક તરફ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રદાન કમલનાથે ભૂમિ પૂજનનું સમર્થન કર્યું છે, આ સાથે જ સ્વાગત પણ કર્યું છે. તેમણે લોકોને ભૂમિ પૂજનની શુભેચ્છા પાઠવી હતી. એટલું જ નહીં કમલનાથે ટ્વિટર પર પ્રોફાઇલ ફોટો પણ બદલીને ભગવા વસ્ત્રમાં જોવા મળી રહ્યાં છે.

આ ઉપરાંત દિગ્વિજયસિંહે ભૂમિ પૂજનને લઇને અનેક પ્રશ્નો કરતા કહ્યું હતું કે, અત્યારે શુભ મુહૂર્ત નથી, એવામાં તેને થોડા સમય માટે ટાળવું જોઇએ. એટલું જ નહીં, દિગ્વિજયસિંહે શુભ મુહૂર્ત ન હોવા અને ભાજપના નેતાઓને કોરોના થવાનું કનેક્શન જોડ્યું હતું. જેના પર ઘણો વિવાદ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.