- જશોદાબેને શ્રીનાથજીની મંગળા આરતીના દર્શન કર્યા
- મંદિરની બહાર લાગેલી બજારમાંથી લડ્ડુ ગોપાલના વસ્ત્ર તેમજ શ્રૃંગારની ખરીદી કરી
- ઉદયપુરમાં દર્શનીય સ્થળોના ભ્રમણ બાદ પોતાના ઘર ઊંજા પ્રસ્થાન કરશે
ઉત્તરાખંડ: આજે વહેલી સવારે તેઓએ શ્રીનાથજીની મંગળા આરતીના દર્શન કર્યા, તેમણે સામાન્ય વ્યક્તિની જેમ જ પ્રભુ શ્રીનાથજીના દર્શન કર્યા તેમજ મંદિરની બહાર લાગેલી બજારમાંથી લડ્ડુ ગોપાલના વસ્ત્ર તેમજ શ્રૃંગારની ખરીદી કરી હતી. ત્યાંના સ્થાનિક દુકાનદારોએ તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારે ચૌપાટી ખાતે સાહુ સમાજના નવયુવક જૂથના પ્રમુખ કન્હૈયા લાલ તેમજ ઓમપ્રકાશ કુરાડિયાએ તેમનું સ્વાગત કર્યું હતું.

ઉદયપુરમાં દર્શનીય સ્થળોના ભ્રમણ બાદ પોતાના ઘર ઊંજા પ્રસ્થાન કરશે
ત્યારબાદ તેઓએ ઉદયપુર માટે પ્રસ્થાન કર્યું અને આજે તેઓ ઉદયપુરમાં દર્શનીય સ્થળોના ભ્રમણ બાદ પોતાના ઘર ઊંજા પ્રસ્થાન કરશે.
ઉલ્લેખનીય છે કે, શ્રીનાથજી મંદિર દ્વારા તેમનું મંદિક પરંપરા અનુસાર સમ્માન ન કરવામાં આવ્યું જ્યારે અહીં આવતા દરેક નાના-મોટા અગ્રણી વ્યક્તિને મંદિર દ્વારા આદર આપવામાં આવે છે.
શ્રીનાથજીના દર્શન ઉપરાંત ચોપાટીથી સીધા ઉદયપુર જવા રવાના થયા
આ પહેલા તેમણે તેમણે સ્થાનિક ન્યૂ કોટેજમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો જ્યાં એકાદશીને લીધે તેમણે ભોજન કર્યું નહોંતુ જ્યારે સવારે પણ તેમણે પૂજા કર્યા વગર ન જમવાને કારણે તેમણે ચા પણ ન પીધી ન હતી અને શ્રીનાથજીના દર્શન ઉપરાંત તેઓ ચોપાટીથી સીધા ઉદયપુર જવા રવાના થઈ ગયા હતા.