ઉત્તરાખંડઃ રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત કેદારનાથ ધામના દરવાજા 29 એપ્રિલે નિર્ધારિત તારીખે સવારે 6.10 કલાકે ખોલવામાં આવશે. કેદારનાથના દરવાજા ખોલતા પહેલા કેદારનાથ ધામ જવા માટેનો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. દોઢ મહિનાથી બરફ સાફ કરવામાં વ્યસ્ત મજૂરોની ટીમ કેદારનાથ પહોંચી હતી. કેદારનાથ ધામમાં હજી પાંચ ફૂટ બરફ છે, વૂડસ્ટોન કંપનીના કામદારોની ટીમ તેને સાફ કરવા માટે કામ કરી રહી છે.
કેદારનાથ ધામમાં શિયાળા દરમિયાન ભયંકર બરફવર્ષાને કારણે તમામ માર્ગો બરફથી ઢંકાયેલા હતા. જ્યારે સંદેશાવ્યવહાર, વીજળી અને પાણીનો પુરવઠો પણ ખોરવાયો હતો. અતિશય હિમવર્ષાને કારણે તમામ કામદારો ડિસેમ્બર 2019માં કેદારનાથથી પાછા ફર્યા હતા. 1 માર્ચથી, કેદારનાથ-ગૌરીકુંડથી 18 કિ.મીના વોક વે પરથી બરફ સાફ કરવાનું કામ શરૂ કરાયું હતું. મધ્યમાં ખરાબ વાતાવરણ બાદ બરફ સફાઇ કામ પણ થોડા દિવસો માટે અટકી ગયું હતું. દોઢ મહિના બાદ હવે કામદારોની ટીમ કેદારનાથ પહોંચી છે.
કેદારનાથ ધામમાં હજી પાંચ ફૂટ સુધી બરફ જામેલો છે. કેદારનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાંથી બરફ સાફ કરીને રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. વોક-વેના ગ્લેશિયર પોઇન્ટ પર 40 ફૂટ સુધી ગ્લેશિયર્સ કાપીને પાથ તૈયાર કરવામાં આવ્યો છે. કેદારનાથના દરવાજા ખોલવા માટે માત્ર 11 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્ર અગાઉથી સંપૂર્ણ તૈયારીઓ કરવા માગે છે. જોકે, લોકડાઉનથી પણ પ્રવાસને અસર થાય તેવી સંભાવના છે. વુડસ્ટોન કંપનીના કર્મચારીઓ કહે છે કે, કેદારનાથમાં હજી પાંચ ફૂટ સુધી બરફ છે. બરફ સાફ કરીને રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. બે કામદારોની ટીમો માર્ગ તૈયાર કરી રહી છે. દસ દિવસમાં રસ્તો તૈયાર કરવામાં આવશે.