શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય પ્રધાનો જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્ય પ્રધાન પ્રતાપ સારંગીએ મંગળવારે કઠુઆની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જમ્મુ કાશ્મીરમાં ટેક્નોલોજી, વ્યાપાર અને પ્રવાસનમાં વધારો કરવા માટેની જાણકારી હતી. બીજી તરફ કઠુઆના બરનોટી અને હીરાનગરમાં જનસભાનું સંબોધન કરતાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, "જળ પ્રબંધન કમેટી બનાવવાની જરૂર છે. જે જળ પ્રબંધન અને જળ વિતરણના કાર્યને સરળ કરવામાં મદદરૂપ બનશે."
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન કૈલાશ ચૌધરીએ સાંબા જિલ્લામાં લોકોને કલ્યાણકારી યોજના વિશેની જાણકારી આપી હતી. કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ રાજૌરીમાં જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન વી.કે સિંહે ઉધમપુરમાં, માનવ સંસાધન રાજ્ય વિકાસ પ્રધાન સંજય શામરાવ ધોત્રેએ રાજૌરી જિલ્લાના કલાકોટમાં વિકાસ કાર્યોની અને સરકારી યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડી હતી.