જો કે, પ્રશાંત કિશોરે સ્વિકાર કર્યો હતો કે, જેડીયુમાં સામેલ થતાં પહેલા અનેક વખત લાલૂ યાદવને મળ્યા હતા, પણ જો હું એ વાત જણાવી દઉ કે શા માટે મળ્યા હતા તો લાલૂને શરમ આવશે.
આપને જણાવી દઈએ કે, નલિન વર્મા સાથે મળીને લખેલી પુસ્તકમાં પ્રશાંત કિશોર એવું બતાવવા માંગતા હતા કે, જો જેડીયુ લિખિતમાં સમર્થન આપે તો તેઓ ભાજપ સાથે ગઠબંધન તોડી મહાગઠબંધનમાં ફરી વાર સામેલ થઈ શકે છે.
પ્રશાંત કિશોરે આ બાબતે જવાબ આપતા કહ્યું કે, લાલૂજી દ્વારા બતાવવામાં આવેલી વાતો ખોટી છે. આ એક એવા નેતાની વાત છે કે, તેમનો સારા દિવસો બહુ દૂર થઈ ગયા છે તેમની વાતોમાં કોઈ તથ્યો નથી.
પીકેએ આગળ વધુમાં લખ્યું હતું કે, હાં...જેડીયુમાં સામેલ થતા પહેલા અનેક વાર હું લાલૂને મળ્યો છું, પણ મને એવું કહેવામાં આવે કે, ત્યાં શું ચર્ચા થઈ હતી તો લાલૂને તકલીફ પડી જશે.