ETV Bharat / bharat

પ્રશાંત ભૂષણ કેસઃ કોર્ટે કહ્યું- 1 રૂપિયાનો દંડ ભરો, નહીં તો 3 મહિનાની જેલ ભોગવો

ન્યાય તંત્ર સામે બળાપો પોકારતા વકીલ પ્રશાંત ભૂષણે બે ટ્વીટ કર્યાં હતાં. જેથી સુપ્રીમ કોર્ટના કથિત અપમાન બદલ દોષિત સાબીત થયેલા પ્રશાંત ભૂષણના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સજા સંભળાવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના કેસ અંગે ચુકાદો આપતી વખતે વકીલ પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

prashant-bhushan-case
પ્રશાંત ભૂષણ કેસઃ કોર્ટની અવમાનના બદલ આજે સજાનો ફેસલો
author img

By

Published : Aug 31, 2020, 7:48 AM IST

Updated : Aug 31, 2020, 1:42 PM IST

નવી દિલ્હીઃ ન્યાય તંત્ર સામે બળાપો પોકારતા વકીલ પ્રશાંત ભૂષણે બે ટ્વીટ કર્યાં હતાં. જેથી સુપ્રીમ કોર્ટના કથિત અપમાન બદલ દોષિત સાબીત થયેલા પ્રશાંત ભૂષણના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સજા સંભળાવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના કેસ અંગે ચુકાદો આપતી વખતે વકીલ પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના કેસમાં ચુકાદો આપતી વખતે વકીલ પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચુકાદા મુજબ, જો 15 સપ્ટેમ્બર સુધી દંડ ભરવામાં નહીં આવે તો 3 મહિનાની જેલની સજા થઈ શકે છે અને ત્રણ વર્ષ માટે એડવોકેસીમાંથી સસ્પેન્ડ પણ કરી શકાય છે.

તમને જણાવી દઇએ કે, કથિત કોર્ટની અવમાનના કેસમાં 63 વર્ષના પ્રશાંત ભૂષણને એમ કહીને માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો કે, આવું કરવાથી મારો અંતરાત્મા દુભાશે. મહત્વનું છે કે, અગાઉ ભૂષણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 4 પૂર્વ ચીફ જસ્ટિસે છેલ્લા 6 વર્ષોમાં લોકતંત્ર ખતમ કરવામાં ભૂમિકા નિભાવી હતી, બીજા ટ્વીટમાં હાલના CJIનો ફોટો શેર કર્યો હતો, તે બાઈક પર માસ્ક વગર અને હેલમેટ પહેરીને જોવા મળ્યા હતા.

મહત્વનું છે કે, બે ટ્વીટમાં કોર્ટનું કિથત અપમાન કરવા બદલ સર્વોચ્ચ અદાલતે ભૂષણે કોર્ટની માફી માગવા કહ્યું હતું. જો કે, વરિષ્ઠ વકીલે માફી માગવાનો ઇનકાર કર્યો હતો. 25 ઓગસ્ટે વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કોર્ટનેે સજા ન આપી અને ભૂષણની સજાનો ઓર્ડર અનામત રાખી સર્વોચ્ચ અદાલતની ત્રણ જજની બેન્ચના જસ્ટિસ અરૂણ મહેતાએ લગભગ ત્રણ કલાક ચાલેલી દલીલોના અંતે ભુષણને પૂછ્યું હતું કે, તમે શા માટે માફી માગતા નથી?

નોંધનીય છે કે, 14 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ભુષણને બે ટ્વીટ બદલ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ હેઠળ સુરવાર દોષી ઠેરવ્યા હતાં. 25 ઓગસ્ટે ભૂષણ વતી કોર્ટમાં હાજર રહેલા રાજીવ ધવને કોર્ટને આ કેસ બંધ કરી આ વિવાદનો અંત લાવવાની પણ અપીલ કરી હતી.

Last Updated : Aug 31, 2020, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.