નવી દિલ્હીઃ પૂર્વે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં હજી કોઇ સુધાર આવ્યો નથી. તેમની સારવાર ચાલુ છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. સેનાની રિચર્સ એન્ડ રેફરલ હોસ્પિટલે આ જાણકારી આપી હતી.
84 વર્ષીય પ્રણવ મુખર્જીને મગજમાં લોહી જમા થવાથી તેમની સર્જરી કરવામાં આવી હતી. 10 ઓગસ્ટના મુખર્જીએ ટ્વીટ કરીને હોસ્પટિલમાં દાખલ થયાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પાઝિટિવ આવ્યો હતો. સંપર્કમાં આવેલા લોકોને અનુરોધ છે કે, તેઓ પણ આઇસોલેટ થઇને કોવિડ-19નો રિપોર્ટ કરાવે.
ઉલ્લેખનીય છે કે, પ્રણવ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી ભારતના 13મા રાષ્ટ્રપતિ રહ્યાં છે.