કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. તેમણેજણાવ્યું કે, તેમની સરકાર બનશે તો દેશના 20 ટકા ગરીબોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. રાહુલે વધુમાં જણાવ્યું કે, લઘુતમ આવકની રેખા 12,000 રૂપિયા મહીના હશે. તેમાં પણ 12,000 પ્રતિ મહીનાની લઘુતમ આવકની ગેરંટી હશે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આ યોજનાનો કેવી રીતેલાભ મળશે તે અંગે પણ જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશના 20મી સદીના લોકોને બેંક એકાઉન્ટમાં પૈસા પહોંચાડીને આ યોજનાનો સીધો લાભ મળશે. આ યોજના હેઠળ દેશના 5 કરોડ કુટુંબ એટલે કે 25 કરોડ લોકોને ફાયદો થશે. આ સ્કીમનું નામ 'ન્યાય ફોર ઇન્ડિયા' આપવામાં આવ્યું છે. આ સ્કીમનો હેતુ બધા વ્યક્તિની આવક 12,000 રૂપિયા સુધી પહોંચાડવાનો છે.
Today is a historic day..
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It is on this day that the Congress party launched its final assault on poverty.
5 Crore of the poorest families in India, will receive Rs. 72,000 Per Year#NyayForIndia is our dream & our pledge.
The time for change has come.
">Today is a historic day..
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2019
It is on this day that the Congress party launched its final assault on poverty.
5 Crore of the poorest families in India, will receive Rs. 72,000 Per Year#NyayForIndia is our dream & our pledge.
The time for change has come.Today is a historic day..
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2019
It is on this day that the Congress party launched its final assault on poverty.
5 Crore of the poorest families in India, will receive Rs. 72,000 Per Year#NyayForIndia is our dream & our pledge.
The time for change has come.
રાહુલનો દાવો છે કે, જેવી રીતે તેમણે મનરેગા દ્વારા ગરીબોને કામ આપ્યું, તે જ પ્રકારે આ મનરેગાથી આગળનું પગથિયું છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 21મી સદીમાં દેશમાં ગરીબી રહી શકતી નથી, અમારી તરફથી આ ગરીબી પરનો છેલ્લો હુમલો છે.
તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી લઘુતમ આવક વિશે વાત કરી રહ્યાં છે. આ પ્રથમવાર છે, જ્યારે રાહુલ દ્વારા આ પ્રકારનીયોજનાને જનતાની સામે મૂકવામાં આવી છે.