નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ ભારતીય સેનાના શહીદ જવાનોને લઇને પ્રતિક્રિયા આપી હતી. તેમણે એક ટ્વીટમાં લખ્યું કે, અમે ચીનની સાથે થયેલા ટકરાવના પરિણામસ્વરુપે શહીદ થયેલા જવાનોને લઇને ભારતના લોકો પ્રતિ અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
પોમ્પિયોએ કહ્યું કે, આ દુઃખની ઘડીનો સામનો કરી રહેલા સૈનિકોના પરિવાર, પ્રિયજનો અને સમુદાય અમારી યાદોમાં રહેશે. મહત્વનું છે કે, ગત 15-16 જૂન દરમિયાન રાત્રે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખમાં ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ થઇ હતી. આ દરમિયાન 20 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીની સૈનિકોના એક કમાન્ડર સહિત 40થી વધુ લોકો ઠાર મર્યા હતા.