જોધપુરઃ કોરોનાવાઈરસના વધતાં સંક્રમણને ધ્યાને લઈ રાજસ્થાન સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યુ છે. આ સાથે જ માસ્ક ન પહેરનાર લોકો પર પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન બે પોલીસ કર્મચારીઓએ એક વ્યકિતને માસ્ક ન પહેરવા બદલ દંડ કરવો ભારે પડ્યો હતો.
જોધપુર શહેરમાં દેવનગર પોલીસ સ્ટેશન નજીક ગુરુવારે બપોરે એક નશામાં ધુત શખ્સને પોલીસે અટકાવ્યો હતો. વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતું. જ્યારે તેનો માસ્ક ક્યાં છે તેવું પૂછતાં તેણે ઝપાઝપી શરૂ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક 40 વર્ષીય નશામાં ધુત મુકેશ કુમાર પોલીસ જવાનો પર હુમલો કરી રહ્યો છે. આ ઘટના બાદ દેવનગર પોલીસ મથક ઘટના સ્થળે પહોંચીને વ્યક્તિની ધરપકડ કરી હતી.
માસ્ક પહેર્યા વગર નાશામાં ધુત વ્યકિતને પોલીસે રોકતાં તે ઈસમ પોલીસ સાથે મારપીટ કરવા લાગ્યો હતો. જોકે બાદમાં પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.