વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ફીટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત પ્રસંગે કહ્યું કે, લોકોએ પોતાના શરીરની શક્તિ જાણી છે. આપણે જ્યારે તંદુરસ્તી અંગે જાણવાનો પ્રયત્ન કરીએ છે, ત્યારે પોતાના શરીરને યોગ્ય રીતે જાણી શકી છે.
તેનાથી આપણો આત્મવિશ્વાસ પણ વધે છે અને વ્યક્તિત્વ નિર્માણમાં પણ ઘણો ફાયદો થાય છે. વડાપ્રધાને કહ્યું કે, થોડા સમય પહેલા વ્યક્તિ ઘણું ચાલી લેતો હતો, હાલ લોકો ઉંઘે છે વધારે અને ચાલવાનું ઘટી ગયુ છે. આ ઉપરાંત પણ તંદુરસ્તી અંગે પોતાની વાત રજૂ કરી તેમણે લોકોને અનેક સૂચનો અને મહત્વની બાબતો અંગે ધ્યાન દોર્યુ હતુ.
ભારતમાં દર વર્ષે 29 ઑગષ્ટને વિશ્વ રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે હૉકીના જાદૂગર ધ્યાનચંદનો જન્મદિવસ પણ છે.
ફિટ ઈન્ડિયા અભિયાનમાં ઉદ્યોગ જગત, ફિલ્મ જગત, રમત જગત ઉપરાંત અન્ય કેટલાક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ અભિયાન ભારત સરકારના રમત વિભાગ ઉપરાંત માનવ સંસાધન વિભાગ, પંચાયતી રાજ વિભાગ અને ગ્રામી વિકાસ વિભાગ જેવા વિભાગોના સમન્વયથી થશે.
વડાપ્રધાન મોદીએ હાલમાં જ મન કી બાતના સંબોધનમાં કહ્યું હતું કે આપ સૌને યાદ હશે કે 29 ઑગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસના રૂપે ઉજવાય છે. આ પ્રસંગે અમે સમગ્ર દેશમાં ફિટ ઈન્ડિયા આંદોલન કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોતાને તંદુરસ્ત રાખવાના છે અને દેશને ફિટ બનાવવાનો છે. બાળકો, મહિલાઓ, યુવાનો, વૃદ્ધો તમામ માટે આ અભિયાન મહત્વનું છે.