પાકિસ્તાનમાં જતું પાણી હવે હરિયાણાના ખેડૂતોને મળશે !
પાણીની સમસ્યા પર બોલતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જે નહેરમાં ક્યારેય પાણી આવ્યું નથી, ત્યાં પણ પાણી પહોંચશે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોને વચન આપ્યું છે કે, પાકિસ્તાનમાં જતું પાણી હવે હરિયાણાના ખેડૂતોને મળશે, તથા ખેડૂતોના હકનું પાણી તેમના ઘર સુધી પહોંચાડીશ. હરિયાણાના તમામ તળાવે ફરી જીવીત કરવામાં આવશે. સાથે સાથે તેમણે પશુઓમાં તથા રોગના નિવારણ માટે રસીકરણ કરાવાની પણ વાત કહી છે.
આ વખતે બે-બે દિવાળી ઉજવીશું
આ જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તમે આપેલા મતથી દેશમાં પરિવારવાદનું રાજકારણ ખતમ થઈ ગયું. આ વખતે ભાજપ બે-બે દિવાળી ઉજવશે. એક કમળવાળી અને એક દિવાવાળી.
નવા ભારતનું ઝડપથી નિર્માણ થઈ રહ્યું છે
નવા ભારતના નિર્માણ પર બોલતા વડાપ્રધાને જણાવ્યું કે, અમે નવા ભારતનું નિર્માણ ઝડપથી શરુ કરી દીધું છે. ભાજપે કરેલા નવા ભારતના નિર્માણની અસર આજે દરેક ગામમાં જોવા મળી રહી છે. દરેક ગરીબના ઘરમાં જોવા મળી છે.
બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન
વડાપ્રધાન મોદીએ આ રેલીમાં બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અભિયાનમાં વધું એક ડગલું આગળ વધવાની અપિલ કરી છે. આ અભિયાનમાં જો ગામડાઓ આગળ આવ્યા ન હોત તો આ અભિયાન આટલું સફળ ન થાત. આપણી દિકરીઓ દિકરાથી જરા પણ ઉતરતી નથી. આ દિવાળી આપણી દિકરીઓના નામે હોવી જોઈએ.
દિકરીઓ માટે આર્થિક સશક્તિકરણમાં નવી પહેલ
વધુમાં મોદીએ જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજનાથી બહેનોને મદદ મળી છે. કેરોસિનની લાંબી-લાંબી લાઈનોમાંથી મુક્તિ મળી છે. અમે નોકરીઓમાં 6 મહિના સુધીના પગાર સાથે રજાની જોગવાઈ કરી આપી છે. એટલુ જ નહીં દિકરીઓ માટે આર્થિક સશક્તિકરણ માટે વધારે મજબૂતાઈ સાથે પગલા ભરવામાં આવશે.