વધુમાં તમને જણાવીએ તો ટ્વીટર પર સૌથી વધુ ફૉલો કરવામાં આવેલા નેતાઓમાંથી એક બન્યા બાદ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઇન્સ્ટાગ્રામ પર પણ વધી છે. ત્રણ કરોડથી પણ વધુ ફૉલોઅર્સની સાથે મોદી આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફૉલો કર્યા ગયેલા વિશ્વ નેતા છે.
ઇન્સ્ટાગ્રામ પર તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી પણ આગળ છે.
તે ઉપરાંત વડાપ્રધાન મોદી એકલા એવા વિશ્વ નેતા બન્યા છે, જેમણે ત્રણ કરોડ ફૉલોઅર્સના માઇલસ્ટોન જેટલી ઉંચાઇઓ સ્પર્શી હતી.
વડાપ્રધાન મોદીના ટ્વીટર અકાઉન્ટ પર સપ્ટેમ્બરમાં પાંચ કરોડ ફૉલોઅર્સથી પણ વધુ છે.
ગુજરાતના મુખ્યપ્રધાનના પોતાના કાર્યકાળના સમયથી જ વડાપ્રધાન મોદી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
તેઓ નિયમિત રીતે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતા રહે છે.