વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રવાસમાં હ્યુસ્ટનમાં ભારતીય લોકોના કાર્યક્રમમાં પણ સામેલ થશે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં 27 સપ્ટેમ્બરના રોજ સવારે વડાપ્રધાન મોદી સંબોધન કરશે. મેં માં બીજી વખત ચૂંટણી જીત્યા બાદ મોદીની સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રથમ સ્પીચ હશે.