વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધોના સચિવ ટીએસ તિરૂમૂર્તિએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી 11માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે 13 નવેમ્બરના રોજ બ્રાઝીલ જશે. આ વખતે સંમેલનનો વિષય "નવોન્મેષી ભવિષ્ય માટે આર્થિક વિકાસ" રખાવામાં આવ્યો છે.
બ્રિક્સમાં પાંચ દેશોનું સંગઠન છે, જેમાં બ્રાઝીલ,રશિયા, ભારત, ચીન તથા દક્ષિણ અફ્રિકા સામેલ છે. વિદેશ મંત્રાલય મુજબ મોદી દિવસમાં દ્વિપક્ષીય બેઠક કરશે અને સાંજે બ્રિક્સના અન્ય નેતાઓ સાથે બ્રિક્સ વેપાર મંચના સમાપન સમારોહમાં સામેલ થશે.
તિરૂમૂર્તિએ જણાવ્યું કે,પ્રવાસ દરમિયાન બીજા દિવસે વડાપ્રધાન મોદી રેસ્ટ્રીક્ટેડ સત્રમાં પણ ભાગ લેશે.આ સત્ર પછી પૂર્ણ સત્રનો આયોજન કરવામાં આવશે જેમાં બ્રિક્સ સમાજના આર્થિક વિકાસ પર અંતર સહયોગ પર ચર્ચા કરવામાં આવશે.
આ સમૂહ વિશ્વની 3.6 અરબ આબાદીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશ્વની આડધી આબાદી છે. સદ્સ્ય દેશોમાં સંયુક્ત ઉત્પાદ કરીબ 16 હજાર 600 અરબ ડૉલર છે.