પટના : જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાષ્ટ્રીય રાજકારણ ગરમાઈ રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન ચાલું છે.ત્યારે બધા જ દળો પણ પ્રચાર અભિયાનમાં પુરજોશમાં જોડાયેલા છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ઉતરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહાર પ્રચાર અભિયાનની શરુઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રચાર અભિયાનની શરુઆત રોહતાસ જિલ્લાના ડેહરીના બિયાડ મેદાનથી શરુ કરશે. જ્યાં એક રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ગાંધી મેદાન પહોંચી અન્ય રેલીને સંબોધિત કરશે.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, બિહારના ભાઈઓ અને બહેનો વચ્ચે રહેવાની ત્તક મળશે. સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીને સંબોધિત કરીશ. આ દરમિયાન એનડીએના વિકાસનો અજેન્ડા જનતાની સામે રાખીશ.
આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ સાથે
તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે 2 રેલીને સંબોધિત કરશે.કોંગ્રેસના પ્રેમચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી આજે તેમની પ્રથમ રેલી બિહારના નવાદાના હિંસુઆમાં સંબોધિત કરશે. જ્યારે બીજી રેલી કહલગામમાં રહેશે. તેમણે જણાવ્યું કે, હિંસુઆમાં તેમની સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ સાથે રહેશે.બિહારની 243 સભ્યોની વિધાનસભા માટે ત્રણ તબક્કામાં મતદાન 28 ઓક્ટોબરે , 3 નવેમ્બરે ના રોજ યોજાશે. જ્યારે મતગણતરી 10 નવેમ્બરના રોજ થશે. પ્રથમ તબક્કામાં 28 નવેમ્બરના 71 વિધાનસભા સીટો માટે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 3 નવેમ્બરના 94 સીટ માટે અને અંતિમ તબક્કામાં 7 નવેમ્બરના રોજ 78 સીટ માટે મતદાન યોજાશે.
આ ચૂંટણીમાં આરજેડી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સાથે ચૂંટણીના મેદાનમાં છે. તો ભાજપ અને જેડીયૂ સહિત 4 દળો મળી ચૂંટણી મેદાનમાં ઉતરશે.