ETV Bharat / bharat

PM મોદીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાનથી થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કર્યું

બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશા બાદ બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે. જેના લીધે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં અમ્ફાનને કારણે 76 લોકોના મોત થયા છે. જેમાંથી 19 લોકોના મોત કોલકાતામાં થયા છે, ત્યારે આ નુકસાનનું પરીક્ષણ કરવા માટે વડા પ્રધાન મોદી કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા છે અને હવાઇ પરીક્ષણ કરી રહ્યા છે.

author img

By

Published : May 22, 2020, 10:26 AM IST

Updated : May 22, 2020, 1:07 PM IST

PM Modi
PM મોદી કોલકાતા જવા રવાના

કોલકાતા: પશ્ચિમ બંગાળનો 60 ટકા ભાગ ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત, 80 લોકોના મોતઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યનો 60 ટકા ભાગ ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત થયો છે. તેમણે જણાવ્યું કે, પ્રદેશામં અમ્ફાનની ચપેટમાં આવવાથી 80 લોકોના મોત થયા છે. વડા પ્રધાન મોદીના આગમનને લઇને તેઓ એરપોર્ટ પહોંચ્યા હતા.

PM મોદીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાનથી થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કર્યું
PM મોદીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાનથી થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કર્યું

મળતી માહિતી મુજબ PM મોદી હવાઇ સર્વેક્ષણ કરશે અને બંને રાજ્યોમાં સમીક્ષા બેઠકમાં ભાગ લેશે. જેમાં રાહત તેમજ પુનર્વાસના પગલાઓ પર ચર્ચા કરવામાં આવશે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને નવીન પટનાયક પોત-પોતાના રાજ્યોમાં હવાઇ પરીક્ષણ દરમિયાન વડા પ્રધાન મોદીની સાથે રહેશે.

વધુમાં જણાવીએ તો ઓડિશામાં ચક્રવાત અમ્ફાને ભારે કહેર મચાવ્યો હતો. કેટલાય દરિયા કાંઠાના જિલ્લાઓમાં વીજળી અને ફોન સેવા ધ્વસ્ત બની હતી.

PM મોદી અમ્ફાન પ્રભાવિત વિસ્તારનો હવાઈ સર્વે કરવા દિલ્હીથી કોલકાતા જવા રવાના થયા હતા. તેઓ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હવાઈ સર્વે કરીને નુકસાન અંગેની માહિતી મેળવશે. ઉલ્લેખનીય છે કે, અમ્ફાનથી અંદાજ કરતા વધારે નુકસાન થયું હોવાથી NDRFની વધુ 4 ટીમ કોલકાતા મોકલવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં પહેલેથી 41 ટીમ તૈનાત છે. આ ઉપરાંત સેના, નેવી અને વાયુસેનાની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે.

બીજી તરફ બંગાળ અને ઓડિશામાંથી પહેલેથી જ 7 લાખ લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. બંગાળમાં 5 લાખ લોકોને દરિયાકાંઠાના વિસ્તારમાંથી હટાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, હુબલી સહિત 7 જિલ્લા અમ્ફાનથી ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ PM નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે, તેઓ પશ્ચિમ બંગાળ આવીને ત્યાંના નુકસાનનો સર્વે કરે. મમતા બેનર્જીએ કહ્યું કે, "અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત થયા છે. આજ સુધી મેં આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિનો તાગ મેળવે".

Last Updated : May 22, 2020, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.