નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 11 વાગ્યે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન' શરૂ કરશે.
આપને જણાવી દઇએ કે, લોકડાઉનમાં જે ઔદ્યોગિક એકમો બંધ હતા. 18 જૂન બાદ ફરી ચાલુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 7 લાખ 8 હજાર ઔદ્યોગિક એકમો છે. જેમાં લગભગ 42 લાખ શ્રમિકોનો સમાવેશ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં લગભગ 30 લાખ શ્રમિકો પરત ફર્યા છે. ઉત્તરપ્રદેશના 31 જિલ્લાઓમાં પરત આવનારા શ્રમિકોની સંખ્યા 25,000થી વધુ છે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ, નવનીત સહગલે જણાવ્યું કે, યોગી સરકાર અત્યાર સુધીમાં સૌથી મોટા રોજગાર પ્રબંધનનું કામ કરવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા લોકોને નોકરીના પત્રો આપશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકરો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરશે.