નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મધ્યપ્રદેશમાં બાંધવામાં આવેલા 1.75 લાખ મકાનોનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ આ સમયગાળા દરમિયાન 'ગૃહપ્રવેશ' કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. નવા મકાનમાં પ્રવેશતા પહેલા ગૃહપ્રવેશની પરંપરા છે. આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો.
આ બધા મકાનો કોવિડ-19ના સંક્રમણ સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા છે અથવા પૂર્ણ થયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ની હાઉસિંગ પ્રોગ્રામ ફોર ઓલ 2022 સુધીમાં પૂર્ણ કરવાની છે. જે યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી. દેશભરમાં અત્યાર સુધીમાં 1.14 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મધ્ય પ્રદેશમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 17 લાખ પરિવારોને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત લાભાર્થીને 100 ટકા નાણાના રૂપમાં 1.20 લાખ રૂપિયા દેવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર તેમાં 60 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે 40 ટકા રાજ્ય સરકાર ધરાવે છે. આ યોજના હેઠળ, 2022 સુધીમાં દેશભરમાં 2.95 મકાનો બાંધવાની કલ્પના કરવામાં આવી છે.