નવી દિલ્હીઃ આકાશવાણીના માધ્યમથી પ્રસારિત થઇ રહેલા કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમનો આજે 69મોં એપિસોડ હતો. વડાપ્રધાને આ કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે બેંગલોરની સ્ટૉરી ટેલિંગ સોસાયટી સાથે વાત કરતા કહ્યું કે, કહાની સંભળાવવાનો નુસ્ખો લોકપ્રિય સાબિત થઇ રહ્યો છે. એટલા માટે કહાનીઓને ડિજિટલ રૂપ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કહાની લોકોનો સંવેદનશીલ પક્ષ સામે લાવે છે.
PM મોદીની 'મન કી બાત'નો 68મો એપિસોડ 30 ઓગ્સ્ટના રોજ પ્રસારિત થયો હતો. જેમાં મોદીએ સંબોધનમાં કહ્યું કે, સપ્ટેમ્બર માસમાં 'પોષણ માસ' ના રુપમાં મનાવવામાં આવે છે.વડાપ્રધાને કોરોના વાયરસની મહામારી વચ્ચે ઉચ્ચ પાકના ઉત્પાદન માટે ભારતીય ખેડૂતોની પ્રશંસા પણ કરી હતી.
આપને જણાવી દઈએ કે, રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દર મહિનાના છેલ્લા રવિવારે ઑલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત કરવામાં આવે છે.