અમદાવાદ: PM મોદીના ભાષણના મુખ્ય અંશો
- ટ્રમ્પ પરિવારને ભારતના પરિવાર જેવી જ મીઠાશ મળશે, અહીં તમારુ દિલથી સ્વાગત છે.
- આજે તેઓ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમેરિકાથી સીધા અહીં આવ્યા છે.
- ટ્રમ્પ પરિવારે આજે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી.
- 5,000 વર્ષ જૂનું આયોજીત નગર આ ભૂમિ પર છે.
- હાઉડી મોદી કાર્યક્રમથી અમેરિકાની યાત્રાની શરૂઆત કરી હતી.
- આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઐતિહાસિક યાત્રાનો આરંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પથી કરી રહ્યા છે.
- મોટેરા સ્ટેડિયમની દરેક બાજુ ભારતની વિવિધતાના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.
- નમસ્તેનો અર્થ પણ ઘણો ઊંડો છે, દુનિયાની પ્રાચીન ભાષા સંસ્કૃતનો છે.
- આટલા ભવ્ય સમારોહ માટે ગુજરાતના અને અન્ય રાજ્યના લોકોનું અભિવાદન કરું છું
- આઝાદીમાં યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે આજે તમારુ સ્વાગત છે
- અહીં ઘણાં પડકારો અને તક રહેલી છે, સરદાર પટેલનું સ્ટેચ્યૂટી ઓફ યુનિટીનું ગૌરવ છે.
- આ મુલાકાતથી ભારત-અમેરિકાની મજબૂત દોસ્તી દર્શાવે છે.
- આ અધ્યાય ભારત-અમેરિકાના લોકોના વિકાસને નવી તક આપશે.
- ટ્રમ્પ ખૂબ મોટું વિચારે છે અને અમેરિકા ડ્રિમ્સને સાકાર કરવા માટે તેમણે જ કર્યું છે તે આખી દુનિયા જાણે છે.
- મેલેનિયા તમારુ અહીં હોવું અમારા માટે ખૂબ સન્માનની વાત છે.
- આજ તમે વિવિધતાથી ભરેલા એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષાઓ બોલવામાં આવી રહી છે. સેંકડો સમુદાય છે.
- એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે. તો બીજાને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ છે.
- ઈવાન્કા વિશે વાત કરતા મને ખુશી છે કે, આજે તમે ફરી અમારી વચ્ચે છો. તમારું સ્વાગત છે.
- જમાઈ વિશે મોદીએ કહ્યું કે, તમે લાઈમ લાઈટથી દૂર રહો છો. તમને મળીને અહીં જોઈને ઘણી ખુશી થઈ
- આજે તમે એ ભૂમિ પર છો જ્યાં 5 હજાર વર્ષ જૂનું શહેર ધોળાવીરા અને લોથલ સી પોર્ટ રહ્યું છે.
- તમે એ સાબરમતી નદીના તટ પર છો જેનો ભારતની આઝાદીમાં મહત્વનું સ્થાન રહ્યું છે.
- આજે તમે વિવિધતાથી સજ્જ એ ભારતમાં છો જ્યાં સેંકડો ભાષા બોલાય છે.
- સેંકડો પ્રકારના પહેરવેશ છે, ખાણીપીણી છે, અનેક પંથ અને સમુદાય છે.
- ડાયર્સિટીમાં યુનિટી અને યુનિટીની વાયબ્રન્સી ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધનો સૌથી મોટો આધાર છે.
- નવો અધ્યાય છે જે અમેરિકા અને ભારતના લોકો માટે પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીનો નવો દસ્તાવેજ બનશે.