ETV Bharat / bharat

PM મોદીએ કેદારનાથ ડિજિટલ દર્શન કર્યાં, પુનઃ નિર્માણના કાર્યોની કરી સમીક્ષા - બાબા કેદારનાથના ડિજિટલ દર્શન

કોરોનાકાળમાં વડાપ્રધાન મોદી 35 દિવસમાં બીજીવાર બાબા કેદારનાથના ડિજિટલ દર્શન કર્યા હતાં. તેમજ કેદારનાથના પુનઃનિર્માણના કાર્યોની સમીક્ષા કરી હતી.

PM મોદી
PM મોદી
author img

By

Published : Jul 15, 2020, 1:25 PM IST

ઉત્તરાખંડઃ વડાપ્રધાન મોદીએ ફરી એકવાર બાબા કેદારનાથના ડિજિટલ દર્શન કર્યા હતા. આજે સવારે લગભગ 10 કલાકે મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહ અને PMOના તમામ અધિકારીઓએ વડાપ્રધાન મોદી સમક્ષ કેદારનાથમાં ચાલી રહેલા પુનઃનિર્માણના કાર્યો અને વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કર્યુ હતું.

વીડિયો કૉન્ફ્રેસિંગના માઘ્યમથી ઉત્તરાખંડના અધિકારીએ PM મોદી અને PMOના અધિકારીઓને કેદારનાથના કાર્યોની તમામ જાણકારી આપી હતી. આ બેઠક શરૂ થતાં પહેલા વડાપ્રધાન મોદીએ ભગવાન કેદારનાથના ડિજિટલ દર્શન કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ હાથ જોડીને બાબા કેદરાનાથના દર્શન કર્યા હતા, ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતને કહ્યું હતું કે, "તમે ખુબ જ નસીબદાર છો કે, તમે બાબા કેદારનાથની પવિત્ર ભૂમિમાં રહો છો."

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ 35 દિવસમાં બીજીવાર બાબા કેદારનાથના ડિજિટલ દર્શન કર્યા હતા. તેમજ કેદારનાથના પુનઃનિર્માણના કાર્યોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત, મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહ, લોકનિર્માણ વિભાગ સાથે જોડાયેલા અધિકારી અને પર્યટનથી જોડાયેલા અધિકારીએ વડાપ્રધાન મોદીને પુનઃનિર્માણ અંગે જાણકારી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.