નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં અધિવેશનને સંબોધન કરશે. આ માહિતી સત્તાવાર સૂત્રોએ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરશે. મહાસભામાં પીએમ મોદી વૈશ્વિક આતંકવાદ મુદ્દે સંબોધન કરી આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશને ઘેરે તેવું બની શકે. કોરોનાની મહામારીના કારણે પીએમ મોદીનું સંબોધન રેકોર્ડ કરવામાં આવ્યું છે. જે આજે મહાસભામાં ન્યુયોર્ક સ્થિત યોજાયેલ મહાસભામાં પ્રસારીત કરવામાં આવશે.
કોરોનાવાઈરસને કારણે મહાસભાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે.
મહાસભામાં સૌપ્રથમ પીએમ મોદીનું સંબોધન થશે. જેમા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આપેલા નિવેદન બાદ પીએમ મોદીના નિવેદન પર દુનિયાની નજર છે. મહત્વપૂર્ણ છે કે, ઈમરાન ખાને યુએનમાં પીએમ મોદી, ભાજપ અને સંઘ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈમરાન ખાને યુએનની મહાસભામાં ફરીવાર જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેથી ભારતીય પ્રતિનિધિઓઓ ઈમરાન ખાનના સંબોધન દરમ્યાન વોકઆઉટ કર્યુ હતુ.