મંગળવારે મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહ અને DGP અનિલ કુમાર રતૂડી સહીત અન્ય અધીકારીઓ કેદારનાથ ધામ પહોંચી સમગ્ર વ્યવસ્થાની તપાસ કરશે. તે સમયે મુખ્ય સચિવે કેદારનાથ યાત્રામાં કેટલાક નક્કી કરેલા વિસ્તારો અને અધિકારીઓ સહિત જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપી છે. જેને લઇને મુખ્ય સચિવ કેદારનાથ ધામમાં કેદારનાથ ફુટ પાર્ક, યોગ ધ્યાન ગુફા, ઉરેડા પાવર હાઉસ સહીતનાનું નિરીક્ષણ કરશે. તે સમયે પ્રવાસ નિગમના સચિવ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ,ખરાબ હવામાનને કારણે PM મોદીનો પ્રવાસ રદ પણ થઇ શકે છે. PMની સુરક્ષાને ધ્યાનમાં રાખતા APCGની ટીમ બદ્રીનાથ ખાતે પહોંચી છે. મહત્વની વાત તો એ છે કે, PM મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર કેદારનાથનો પ્રવાસ કરી રહ્યા છે. તે પહેલા તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયે તેઓ બદરીનાથ ખાતે આવ્યા હતા.