બીડ જિલ્લાના પરલીમાં જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે,' કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે કે આ દેશને બરબાદ કરનારો નિર્ણય છે. દેશ બરબાદ થઈ ગયો? કોંગ્રેસના એક નેતાએ કહ્યુ હતું કે, આર્ટીકલ 370 હટાવીને આપણે કાશ્મીરને ગુમાવી દીધું. શું આપણે કાશ્મીરને ગુમાવી દીધું? જો તમે કાશ્મીર જવા માગતા હોવ તો મને જણાવો, હું વ્યવસ્થા કરી આપીશ'
મોદીએ ઉમેર્યુ હતું કે, કલમ 370 અંગે કોંગ્રેસ નેતાઓએ ઘણા નિવેદનો આપ્યા છે. એક નેતાએ તો એમ કહ્યુ હતું કે, આ કોઈકની હત્યા કરવા જેવો નિર્ણય છે. કોઈકે કહ્યુ કે, આ ભારતની રાજનીતિનો કાળો દિવસ છે. તો એક નેતાએ એવું નિવેદન આપ્યુ હતું કે, ભારતમાં લોકતંત્ર ખતમ થઈ ગયુ છે.
કોંગ્રેસને આડે હાથ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, 'કોંગ્રેસના એક નેતા એવું બોલ્યા હતાં કે, આ નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઉભુ થયુ છે. આ અમારા વિરોધીઓની ભાષા છે. પરંતુ અમે નિર્ણયો રાજનીતિ માટે નથી કરતા, દેશનીતિ માટે કરીએ છે.'