નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં પરપ્રાંતિય મંજૂરોને લઈને જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પરપ્રાંતિય મજૂરો પોતાના વતન પરત ફરવા માટે માગ કરી રહ્યાં છે. આ માગ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આમ કરવાથી કોવિડ -19 ના પ્રસારમાં ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. કોરોના વાઈરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે યોગ્ય લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે અને લોકડાઉનને યોગ્ય અને સામાન્ય રાખવું દરેક નાગરિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કોઈ પણ સંજોગોમાં પરપ્રાંતિય મજૂરો સહિત અન્ય લોકો સાથે અન્યાય કરવાની મંજૂરી ન આપવી જોઈએ. વાઈરસનો ચેપ ફેલાવવા પ્રોત્સાહન ન આપવું જોઈએ. જેથી મજૂરોને પરવાનગી આપવી જોઈએ નહીં.