આ અનોખા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ થયેલી પહેલી આંગણવાડી આશરે રૂ. 80,000 રૂપિયામાં તૈયાર થશે. આ કેન્દ્રનું નિર્માણ સિલ્કના ગ્રામ પંચાયત અંતર્ગત આવતા કાકોરીકોટા ગામે કરાશે. તેના નિર્માણ માટે બિક્રમ કૈરીએ 25 ડિસેમ્બર 2019 ખાતમૂહૂર્ત કર્યુ હતુ. પ્રથમ તબક્કામાં 45 આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ થશે. જેમાંથી 4નું કામકાજ શરૂ થઈ ગયુ છે. બ્રહ્મપુત્રા ટાપુના સ્થાનિક રહેવાસીઓએ પણ આ પહેલની પ્રશંસા કરી તેમાં જોડાઈ ગયા છે.
આ પ્રકારની આંગણવાડીઓના બાંધકામ માટે લાખો પ્લાસ્ટિક બોટલોની જરૂર પડશે, જેથી બોટલો એકત્રિત કરવાની કામગીરી પશ્ચિમ કાકોરીકોટાના ઈન્દિરા મહિલા સમાજને સોંપવામાં આવી છે. આ માટે તેમને આર્થિક વળતર પણ ચૂકવવામાં આવશે.