- બદ્રીનાથ નેશનલ હાઈવે પાસે યાત્રાળુઓની કારનો અકસ્માત
- કાર ફંગોળાઈને અલકનંદા નદીની વચ્ચેના ટાપુમાં જઈને પડી
- કારમાં 5 યાત્રાળુઓ સવાર હતા. જેમાંથી 3ના મોત
- મૂળ ગુજરાતના 3 મૃતક યાત્રાળુઓએ કાર ભાડેથી લીધી હતી
ચમોલીઃ બદ્રીનાથ નેશનલ હાઈવે પર બલદોડા પાસે એક પ્રવાસીની ગાડીનો અકસ્માત થતા ગાડી અલકનંદા નદીમાં જઈને પડી હતી. આ ગાડીમાં 5 લોકો સવાર હતા. જેમાથી 3 લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે 1 એક વ્યક્તિ વાહનથી થોડે દૂર નદીની વચ્ચે ટાપુ પર ફસાયો છે. અકસ્માતની જાણ થતાં એસડીઆરએફ અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને અલકનંદા નદીની વચ્ચે ટાપુ પર ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યું હતું, જ્યારે બાકીના ત્રણ મૃતદેહને પણ બહાર કાઢ્યા હતા.
![અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9469270_casc.jpg)
કારમાં બદ્રીનાથ જઈ રહ્યા હતા યાત્રાળુઓ
આ અંગે મળતી વિગત અનુસાર, ગુજરાતના આ 3 યાત્રાળુઓએ હરિદ્વારથી ઈનોવા કાર ભાડે લીધી હતી. આ કારમાં તમામ યાત્રાળુઓ બદ્રીનાથ જઈ રહ્યા હતા, ત્યારે જ બલદોડા પાસે કારનો અકસ્માત થતાં કાર અલકનંદા નદીમાં જઈને પડી હતી. આ અંગે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.