બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સના ભાવ આ અઠવાડિયામાં લગભગ 5 ડૉલર પ્રતિ બેરલ વધ્યા છે. ઈરાન અને અમેરિકાની વચ્ચે તણાવ વધવાના કારણે ખાડી વિસ્તારમાંથી તેલના પુરવઠાના પ્રભાવથી કાચા તેલમાં તેજી આવી શકે તેમ છે. મળેલ માહિતી પ્રમાણે કાચા તેલની અછતના કારણે તેના ભાવમાં વધુ તેજી આવી શકે છે.
ઈન્ડિયન ઑયલની વેબસાઈટ અનુસાર શનિવારે દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલના ભાવ ક્રમશ 63.78 રૂપિયા, 65.70 રૂપિયા, 66.87 રૂપિયા અને 67.46 રૂપિયા પ્રતિ લીટર છે. આ ચારેય મહાનગરોમાં પેટ્રોલના ભાવ ક્રમશ 69.93 રૂપિયા, 72.19 રૂપિયા, 75.63 રૂપિયા અને 72.64 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પહેલા ગુરૂવારે તેલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલના ભાવમાં છ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.