આ અંગે એસ.પી. મમતા ગુપ્તાએ કહ્યું, પાયલ રોહતગીની ધરપકડ કરાઈ છે અને કેસ દાખલ કરાયો છે. સોમવારે તેમને કોર્ટમાં રજૂ કરાશે. પાયલ રોહતગીએ ટ્વીટ કર્યું કે, મોતીલાલ નહેરૂ પર વીડિયો બનાવાવાના કારણે પોલીસે મારી ધરપકડ કરી છે. અભિવ્યક્તિની આઝાદી મઝાક છે. તેમણે આ ટ્વીટમાં વડાપ્રધાન કાર્યાલય અને ગૃહવિભાગને ટેગ કર્યા છે. બૂંદી પોલીસે મીડિયા સંસ્થાને જણાવ્યું કે, રાજસ્થાન યૂથ કોંગ્રેસના મહાસચિવ ચર્મેશ શર્માએ પાયલ રોહતગીના 1 સપ્ટેમ્બરે ફેસબુક વોલ પર જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અંગે વિવાદીત વીડિયો પોસ્ટ કરવા વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ અમે ગુજરાતમાં તેમના માતા-પિતાના ઘરે રોહતગી સાથે મુલાકાત કરી તેમને જવાબ આપવા માટે નોટીસ પાઠવી છે.
પાયલ રોહતગીએ મોતીલાલ નહેરૂ વિશે વિવાદિત ટિપ્પણી કરતા રાજસ્થાનના બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધાઇ હતી. પાયલે સોશિયલ મીડિયામાં નહેરુ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને રવિવારે પાયલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનનું જણાવવું છે કે, રાજસ્થાન પોલીસ અભિનેત્રીને લઈને રવાના થઈ ગઈ છે.
જે વાતની પુષ્ટિ બુંદી પોલીસ સ્ટેશનના SP મમતા ગુપ્તાએ કરી હતી. તેમને કહ્યું હતું કે, પાયલ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરાઇ છે.