નવી દિલ્હી : દિલ્હી અદાલતે નિર્ભયાના દોષીઓને 20 માર્ચે ફાંસીની સજાનું એલાન કર્યુ છે. તેવામાં નિર્ભયાના દોષીઓ ફાંસીની સજાથી બચવા અનેક વિકલ્પો અને નુસ્ખાઓ અપનાવી રહ્યાં છે. જોકે દોષીઓ પાસે હવે એક પણ વિકલ્પ બચ્યો નથી. ફાંસીના ત્રણ દિવસ પહેલા એટલે કે આજે પવન જલ્લાદ તિહાર જેલ પહોંચશે.
દિલ્હી નિર્ભયા કેસના ચારેય આરોપી મુકેશ, પવન, વિનય અને અક્ષયને 20 માર્ચે સવારે સાડા પાંચ કલાકે એક સાથે ફાંસી આપવામાં આવશે.
જેલ અધિકારીઓના જણાવ્યાં અનુસાર જલ્લાદના તિહાર જેલમાં આવ્યા બાદ પહેલા ડમી ફાંસી આપવામાં આવશે.