ઉલ્લેખનીય છે કે નિર્ભયા સામુહિક દુર્ષ્કમ કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે ગત મંગળવારે તેની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે સુનાવણી કરી હતી. આ અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.
નિર્ભયા સામુહિક દુર્ષ્કમ અને હત્યા કેસના ગુનેગારોને 3 માર્ચે સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે. એડિશનલ સેસન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ નવો ડેથ વોરંટ આપવાની માંગણી કરતી અરજી પર આ આદેશ આપ્યો છે, ત્યારે દોષિત પવન ગુપ્તાએ કયુરેટિવ પિટિશન દાખલ કરી છે.