ન્યૂઝડેસ્ક : નૉવેલ કોરોના વાઈરસની (Covid-19) મહામારી દરમિયાન પેનીક એટેકનો સામનો કરી રહેલા લોકો માટે સંશોધનકારોએ “PanicMechanic” નામની એક એપ તૈયાર કરી છે. આ એપ બાયોફીડબેક પદ્ધતિથી કામ કરે છે જેથી વ્યક્તિ પોતાના ફોનમાં પણ આ એપનો ઉપયોગ કરીને પોતાના સ્ટ્રેસને મેનેજ કરી શકે છે. ‘બાયો-ફીડબેક’ એક એવી પદ્ધતી છે જેના દ્વારા કોઇ ઇલેક્ટ્રોનીક કે બીજા કોઈ માધ્યમ દ્વારા, કોઈ વ્યક્તિના શરીરના ફીઝીયોલોજીકલ ફંક્શનને સમજી શકાય છે. આ એપનો હેતુ કોઈ વ્યક્તિના શરીરની ક્રીયાઓ પર કાબુ મેળવવાનો છે.
PanicMechanic App કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે કામ કરે છે. પ્રોફેશનલ ક્લીનીકલ કેરના વિકલ્પ તરીકે જ તેને વિકસાવવામાં આવી છે.
PanicMechanic App વ્યક્તિના સેલફોનમાં રહેલા કેમરાનો ઉપયોગ કરે છે. આ કેમરાનો ઉપયોગ કરીને ફોટોપ્લેથીસ્મોગ્રાફીની જેમ વ્યક્તિના શરીરમાં પેનીક દરમીયાન થતા ફેરફારોને માપવામાં આવે છે.
આ એપના કો-ડેવલોપર અને યુએસમાં આવેલી યુનિવર્સીટી ઓફ વર્મોન્ટના આસીસ્ટન્ટ પ્રોફેસર, રાયન મેક્ગીનીસ કહે છે, “આ એપને અક્ટીવ કર્યા બાદ ફ્લેશ સામે પોતાની આંગળી રાખવાથી સ્ટ્રેસ સામે તમારૂ શરીર કઈ રીતે પ્રતિક્રીયા આપે છે તે બતાવવામાં આવે છે..”
એપના અન્ય એક કો-ડેવલપર એલન મેક્ગીનીસ કહે છે, “જ્યારે પેનીક તમારા પર હાવી થાય છે ત્યારે તમને લાગે છે કે તમારૂ શરીર તમારા કાબુમાં નથી. જો કોઈ વ્યક્તિને તેના ભય અને ચીંતાની તીવ્રતા બતાવવામાં આવે તો તેઓને પોતાના સ્ટ્રેસ સામે પ્રતિભાવ આપવામાં સરળતા રહે છે.”
આ એપ એટલા માટે પણ અન્ય એપથી અલગ છે કારણકે તે ભય અને ચીંતા ધરાવતા લોકોને દરેક એપીસોડમાં કંઈક કરવા માટે ટાસ્ક આપે છે.
વ્યક્તિની અંદર રહેલા ભયને દેખાડવાની સાથે, એપ વ્યક્તિને કેટલાક સવાલો પણ કરે છે જેવા કે, “તમે કેટલી ઉંઘ અને કસરત કરી છે, તમે શું જમ્યા, તમારૂ એંગ્ઝાઇટી લેવલ કેટલુ છે અથવા તમે ડ્રગ કે આલ્કોહોલનું સેવન કર્યુ છે કે કેમ...”
આ રીતે આ સવાલો વ્યક્તિને એપ સાથે જોડાયેલી પણ રાખે છે અને સાથે કેટલાક એવા વર્તનનો ડેટા પણ રાખે છે જે વ્યક્તિની ચીંતા અને હતાશા સાથે સીધો જોડાયેલો હોય છે. આ ડેટાને મેળવીને ભવિષ્યમાં તેના પર કામ કરવાની તૈયારી પણ કરવામાં આવે છે.
આ પહેલા થયેલા પેનીક એટેકને આધારે આ એપ હાલનો એટેક કેટલા સમય ચાલશે તે વીશે પણ વ્યક્તિને જણાવે છે.
એલન મેક્ગીનીસ જણાવે છે કે, “વ્યક્તિને તેના એટેક વીશે જણાવવુ ખુબ જરૂરી છે કારણ કે પેનીક એટેકની એક ભયાનક બાજુ એ પણ છે કે વ્યક્તિને હંમેશા લાગે છે કે તેને થયેલા પેનીક એટેકનો ક્યારેય અંત નહી આવે.”
PanicMechanic યુઝરને આપવામાં આવેલો ડેટા ચોક્કસ છે કે કેમ તેની જાણકારી પણ રાખે છે.
રાયમ મેક્જીનસ કહે છે કે, “અમારી બીટા ટેસ્ટીંગ સીસ્ટમ બતાવે છે કે લોકો હંમેશા તેમના સેલ ફોન પર આંગળી રાખીને પોતાના હાર્ટરેટનુ રીડીંગ મેળવી શકતા નથી.”
એલન મેક્ગીનીસ નોંધે છે કે, “PanicMechanic લોકોને પોતાના પેનીક એટેક વિશે સમજવામાં મદદરૂપ થાય છે. જ્યારે વ્યક્તિ એ સમજે છે ત્યારે તે પોતાની બીમારીનો ઈલાજ કરવામાં તેમના થેરાપીસ્ટને પણ સહકાર આપતો થાય છે."