AN-32 એરક્રાફ્ટ વિમાને સોમવારે 12:25 કલાકે આસમ સ્થિત જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી. ઇન્ડિયન એયરફોર્સે સુખોઇ-30 અને સી-130ના સ્પેશિયલ ઓપરેશનમાં ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો છે.
લાપતા વિમાન AN-32માં 8 ક્રૂ મેર્મ્બસ અને 5 યાત્રી સવાર હતા. ઉડાન ભર્યાની 35 મિનિટ બાદ વિમાનનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ ક્રેશ થયાની સૂચના મળી હતી.
સૌથી પહેલા તેમની પત્નીને મળી સૂચના
મંગળવારે લગભગ સાંજે 5:30ની આસપાસ આશિષ તંવરની સૂચના સૌથી પહેલા તેમની પત્નીને આપવામાં આવી હતી. સંધ્યા વાયુસેનામાં રડાર ઓપરેટરના પદ પર કાર્યરત છે.