શ્રીગંગાનગર: ભારત-પાકિસ્તાન સીમા પર આવેલા એક ગામમાં પાકિસ્તાની કબૂતર મળી આવ્યું હતું. આ કબૂતર પાકિસ્તાન તરફથી ભારતની સીમા પર આવતું જોવા મળ્યું હતું. જેને ગામલોકોએ પકડીને BSFના અધિકારીઓને સોપવામાં આવ્યુંં હતું.
BSFના અધિકારીઓએ કબૂતરનું જીણવટભર્યુ નિરીક્ષણ કરતા તેના પગમાંથી આંકડા લખેલા જોવા મળ્યા હતા. હાલ તો કબૂતર સાથે અન્ય કોઈ ડિવાઈઝ કે વસ્તુ મળી આવી નથી. BSF અધિકારીઓએ કબૂતરને રાયસિંહનગર પોલીસને આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ પોલીસે તેને વન વિભાગની ટીમને સોપવાનું કહેતા અધિકારીઓએ કબૂતરને વન વિભાગને હવાલે કર્યુ હતું.
વારંવાર કબૂતર આવી જતા BSFના જવાનો પણ સર્તક થયા છે.