પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, અમે ભારતને પુલવામા હુમલાના પુરાવાઓ આપવાનું આશ્વાસન આપ્યું હતું. અમે આ પુરાવાની તપાસ કરવાની વાત કરી હતી. જેથી અમે સાબિત કરવા માંગીએ છીએ કે પાકિસ્તાની ધરતી પર આતંકીઓને આશ્રય આપવાની વાત ખોટી છે.
ઇમરાને કહ્યું કે, બંને દેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેથી મારે પાકિસ્તાનના વિશ્વાસની જરૂર છે. અમે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છીએ. મહત્વનું છે કે, પાકિસ્તાનના વડાપ્રધાને આજે એટલે કે બુધવારે બપોરે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું.
નોંધનીય છે કે, પાકિસ્તાનની તમામ હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં ભારતીય સીમામાં પ્રવેશ કરતા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું છે.