ETV Bharat / bharat

કુલભૂષણ જાધવ માટે પાકિસ્તાને ભારતને આપી નવી ઓફર - કોન્સ્યુલર એક્સેસ

પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરેશીએ કહ્યું કે, તેઓ ભારતની માગ પ્રમાણે સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરીમાં કોન્સ્યુલર એક્સેસ આપવા માટે તૈયાર છે.

કુલભૂષણ જાધવ
કુલભૂષણ જાધવ
author img

By

Published : Jul 17, 2020, 6:14 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાન કુલભૂષણ જાધવને એક વખત ફરી કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર છે. આ સંદર્ભે પાક વિદેશ પ્રધાન મહમૂદ કુરેશીએ કહ્યું કે, તેઓ ભારતની માગ પ્રમાણે સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરીમાં કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર છે.

પાકિસ્તાને ગુરુવારે મૃત્યુદંડનો સામનો કરી રહેલા ભારતીય કેદી કુલભૂષણ જાધવને રાજદ્વારી સંપર્ક આપ્યો હતો. જો કે, ભારત સરકારે કહ્યું છે કે તે ન તો અર્થપૂર્ણ હતું અને ન વિશ્વાસપાત્ર અને જાધવ તણાવમાં દેખાયો હતો.

કુલભૂષણ જાધવ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતની માગ પર પાકિસ્તાન ઝૂક્યું છે. કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા પાકિસ્તાન તૈયાર થયું છે. હવે જાધવને રાજનાયિક મદદ મળશે. ભારતે વિના શરતે કોન્સ્યૂલર એક્સેસની માગ કરી હતી. કેટલીક શરતો સાથે કુલભૂષણ જાધવ સુધી પહોંચી શકાશે. હવે પાકિસ્તાનમાં ભારતના બે અધિકારીઓને મંજૂરી મળશે. તો ભારતીય અધિકારીઓ હવે જાધવ સાથે મુલાકાત કરીને મોતની સજા વિરૂદ્ધ પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરશે.

પાકિસ્તાને અંતે પોતાની જેલમાં બંધ ભારતીય નૌસેનાના સેનાનિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને મળવા માટે એક વખત ફરી ભારતીય ઉચ્ચઆયોગના અધિકારીને મળવાની મંજૂરી આપીછે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી સાંજે કુલભૂષણ જાધવને મોતની સજા વિરૂધ્ધ અપીલ કરવાની મંજૂરી આપી હતી. હવે ભારતીય અધિકારી કુલભૂષણની પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરશે.

પાકિસ્તાને ભારતીય ઉચ્ચઆયોગને એક વખત ફરી કોન્સ્યૂલર એક્સેસની મંજૂરી આપી દીધી છે. જાધવની મુલાકાત માટે પાકિસ્તાને કેટલીક શરતો પણ રાખી છે. મુલાકાત દરમિયાન ભારતીય અધિકારી અને જાધવને અંગ્રેજીમાં વાત કરવી પડશે.

ભારતનું કહેવું છે કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવને મજબૂર કર્યા છે કે તેઓ પુનર્વિચારણાની અરજી દાખલ ન કરે. જાધવને વર્ષ 2017માં પાકિસ્તાનની એક સૈન્યકોર્ટે જાસૂસી અને અન્ય મામલામાં મૃત્યુદંડ ફટકાર્યો હતો.

ભારતે કુલભૂષણ જાધવના મામલે 'ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ'માં અપીલ કરી હતી કે ભારતીય નાગરિકને છોડી દેવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.