પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને શુક્રવારે કાઉન્સિલ એક્સેસ મળશે. ઈસ્લામાબાદમાં જાધવ સાથે ભારતીય રાજદૂતો મુલાકાત કરશે. પરંતુ આ મુલાકાત ક્યાં થશે તે અંગે કોઈ ખુલાસો કરાયો નથી. પરંતુ પાકિસ્તાનના વિદેશ કાર્યાલય ખાતે મુલાકાત થાય તેવી શક્યતાઓ છે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3 વાગે મુલાકાત કરશે.
આ વાતચીત જકમિાન પાકિસ્તાનના એક અધિકારી પણ ત્યાં હાજર હતા. આંતરરાષ્ટ્રીય કૉર્ટના નિર્ણય બાદ કુલભૂષણ જાધવને રાજદ્વારી મદદ માટે પાકિસ્તાને એલાન કર્યુ છે.
આર્ટિકલ 36(1) (બી) પ્રમાણે કે જો કોઈ દેશ(A)ના નાગરિકને કોઈ બીજો દેશ(B)માં ધરપકડ કરવામાં આવે તો દેશ Bને જેટલી બને તેટલી જલ્દીથી વીસીસીઆરના અધિકારો અનુસાર તે દેશ Aને જાણકારી આપવી પડશે. તેમાં દેશ Aના અધિકારીઓને જાણકારી આપવી અને તેમનાથી મદદ આપવી શામેલ છે.
-દેશ Bને દેશ Aના રાજદ્વાર અને ઉચ્ચાયોગને જાણકારી આપવી જરૂરી છે કે તેમણે તે દેશના નાગરિકની ધડપકડ કરી છે.
આર્ટિકલ 36(1)માં કહેવામાં આવ્યુ છે કે, દેશ Aના અધિકારીઓને તે દેશમાં મુસાફરી કરવાનો અધિકાર છે જે દેશમાં તેમની ધડપકડ થઈ છે. ધડપકડ થયેલ વ્યક્તિને કાનૂની સહાયતા આપવાની જોગવાઈ છે.