તેમનું આ નિવેદન હાલ ખાસ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે સીમા પર બંને દેશો વચ્ચે તણાવનો માહોલ છે. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદથી સીમા પર વધારે તણાવ ભરી સ્થિતિ થઈ રહી છે.
ઈમરાન ખાને ભારતમાં યોજાનારી ગુરુવારે લોકસભા ચૂંટણી માટે થઈને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જો ફરી વાર સત્તામાં આવશે તો ભારત સાથે શાંતિ વાર્તા કરવાની સંભાવનો વધી જશે.
ખાને એમ પણ જણાવ્યું હતું કે, જો વિપક્ષમાં રહેલી કોંગ્રેસ સરકાર જો સત્તામાં આવશે તો અમારા માટે કાશ્મીર સમસ્યાનો હલ કાઢવો વધારે મુશ્કેલી ભર્યું સાબિત થશે.
પણ જો ભારતમાં કોઈ દક્ષિણપંથી પાર્ટી જીતે છે તો કાશ્મીરના મુદ્દે કોઈને કઈ હલ નિકળી શકે છે. આ વાત ઈમરાન ખાને અમુક પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે.