શ્રીનગર: પાકિસ્તાને પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ તરત જ આ અંગે વળતો જવાબ આપવાનું શરૂ કર્યું હતું. જોકે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. નિયંત્રણ રેખા પર તૈનાત ભારતીય જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું કે બન્ને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ કોઇ જાનહાનિના સમાચાર નથી.
અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની સેનાના જવાનોએ તારકુંડી ગામના લોકોને નિશાન બનાવ્યા હતા, જેનાથી ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. રવિવારે પાકિસ્તાની સૈનિકોએ માનકોટ, શાહપુર, કિરણી અને કૃષ્ણા વેલી સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું.