શ્રીનગર : જમ્મુ કાશમીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને આજે ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ 7.30 વાગ્યે પાકિસ્તાને પૂંછ જિલ્લાના શાહપુર, કિરની અને કસ્બા સેક્ટરમાં ફાયરિંગ કરી અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
પાકિસ્તાને કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન
પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય સેના પણ સામે જવાબ આપી રહી છે. આ વર્ષ પાકિસ્તાને કેટલીય વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.