પુલવામાં આતંકી હુમલાના જવાબમાં બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના આતંકીઓ દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનમાં ચાલતા આતંકી અડ્ડાઓનો નાશ કરી 300થી વધુ આતંકીઓને ઠાર માર્યા હતા.
પાકિસ્તાનના વિમાનન સચિવે જણાવ્યું હતું કે, તેમણે ભારતીય અધિકારીઓને માહિતી આપી છે કે તેમનું (પાકિસ્તાનનું) હવાઇક્ષેત્ર ભારત માટે ત્યાં સુધી ઉપલબ્ધ નહી હોય જ્યાં સુધી ભારતીય વાયુસેના પોતાના લડાકુ વિમાન તેમના હવાઇક્ષેત્રો માંથી હટાવી નહી લેવામાં આવે.
પાક. સચિવે જણાવ્યું કે, "ભારત સરકારે અમને હવાઇક્ષેત્રો ખોલવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ અમે તેમને અમારી આ ચિંતાથી અવગત કર્યા હતા. "
જો કે, મળતી માહિતી મુજબ પ્રતિબંધ લગાવ્યા બાદ બધા જ યાત્રીઓને ભારત દ્વારા વૈકલ્પિક માર્ગ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે.