ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં 1,100 થી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જ્યારે આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ધાર્મિક નેતાઓને નમાઝ માટે લોકોને એકઠા કરવાનું બંધ કરવા વિનંતી કરી છે.જામિયા અલ અઝહરના શાહી ઇમામ અને સુપ્રીમ કાઉન્સિલ દ્વારા બુધવારે ફરમાન બહાર પાડ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં રાજ્યના વડા પાસે લોકોને એકઠા થતાં રોકવાની શક્તિ છે. ધ ન્યૂઝની ખબર અનુસાર, ફરમાન બહાર પાડ્યા પછી તરત જ રાષ્ટ્રપતિ અલ્વીએ બુધવારે ધાર્મિક નેતાઓની દિશા નિર્દેશો માટે સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર કાર્ય કરશે.
અલ્વીએ કહ્યું કે જે દેશોએ લોકોને ભેગા થઇને નમાઝ પઢવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરેબિયા, ઇરાન, અલ્જેરિયા, ટ્યુનિશિયા, જોર્ડન, કુવૈત, પેલેસ્ટાઇન, તુર્કી, સીરિયા, લેબનોન અને ઇજિપ્તનો સમાવેશ થાય છે.