પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું, "અમે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગ માટે આમંત્રણ આપવા માગીએ છીએ. તેઓ શીખ સમુદાયનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અમે તેમને ઔપચારિક આમંત્રણ પણ મોકલીશું."
મહત્વનું છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના આ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો અને તેઓ આ કાર્યક્રમમાં ભાગ નહી લે.