ETV Bharat / bharat

રાજ્યોમાં ઓક્સિજનની તંગી - A look at oxygen shortages in the states

છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોવિડ-19ના સતતપણે દરરોજ 90,000થી વધુ કેસો નોંધાઈ રહ્યા હોવાને કારણે મેડિકલ ઓક્સિજનની તંગી વધુ જોવા મળી રહી છે.

etv bharat
રાજ્યોમાં ઓક્સિજનની તંગી
author img

By

Published : Sep 19, 2020, 8:33 PM IST

ન્યૂઝ ડેસ્ક: છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોવિડ-19ના સતતપણે દરરોજ 90,000થી વધુ કેસો નોંધાઈ રહ્યા હોવાને કારણે મેડિકલ ઓક્સિજનની તંગી વધુ જોવા મળી રહી છે.

હકીકત એ છે કે નોવેલ કોરોનાવાયરસે હવે ગ્રામીણ વિસ્તારોને પણ ભરડામાં લીધા હોવાનું રાષ્ટ્રવ્યાપી સેરો-સર્વેમાં જોવા મળ્યું છે, જેને પગલે આ ચિંતા વધુ ઘેરી બની છે.

કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્યોની સરકારોએ પણ છેલ્લા કેટલાક દિવસોમાં આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. 13મી સપ્ટેમ્બરના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયે સાત રાજ્યો - મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ટેલંગાણા, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશને સ્વાસ્થ્યસંભાળની તમામ સવલતો ખાતે પર્યાપ્ત ઓક્સિજન ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ના સચિવ, ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ તેમજ ઉપર જણાવેલા સાત રાજ્યોના સ્વાસ્થ્ય સચિવો અને ઉદ્યોગ સચિવો સાથે તમામ સ્વાસ્થ્યસંભાળ સવલતો ખાતે ઓક્સિજનની પર્યાપ્ત ઉપલબ્ધિની ખાતરી કરવાના તેમજ રાજ્યની અંદર તેમજ રાજ્યોમાં અંદરો-અંદર ઓક્સિજનની બેરોકટોક હેરફેરના માર્ગો વિશે ચર્ચા કરી હતી.

રાજ્યોમાં ઓક્સિજનની તંગી ઉપર એક નજર

મહારાષ્ટ્ર - દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાવ્યા હોય તેવા રાજ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ જણાવ્યું છે કે રાજ્યમાં ઓક્સિજનની તંગી છે, પરંતુ તેમણે ઉમેર્યું છે કે આ અછત દૂર કરવા ઉપર સરકાર ધ્યાન આપી રહી છે. મુંબઈમાં ઘણી હોસ્પિટલોમાં પુરવઠો ખૂટી ગયાની ફરિયાદો હતી. પનવેલ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર સંજય શિંદેએ જણાવ્યું છે કે "અછતની મૂળ સમસ્યા કિંમત બાબતે સપ્લાયર્સ અને ખાનગી હોસ્પિટલો વચ્ચેના મતભેદને કારણે છે. બંને પક્ષોએ તેમના વિવાદનો ઉકેલ લાવવો જોઈએ.” ખારઘર સ્થિત પોલારિસ હોસ્પિટલના મેનેજર અશોક કુમારે જણાવ્યું કે "સપ્લાય નિયમિત નથી. અમારે 7,000 લીટરના 25થી 30 સિલિન્ડરની જરૂર છે. પરંતુ અમને અડધા કરતાંયે ઓછો જથ્થો મળે છે."

ગુજરાત ઃ કોવિડ-19નો વિકરાળ ચહેરો બહાર આવ્યા બાદ ગુજરાત સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને રાજ્યભરનાં ઓક્સિજનનું ઉત્પાદન કરતાં એકમોનો મેડિકલ ઓક્સિજનનો પુરવઠો નિયમિત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છેલ્લા પખવાડિયામાં અમદાવાદ અને વડોદરાની હોસ્પિટલોમાં ઓક્સિજનની ગંભીર ખેંચ જોવા મળી છે.

તેલંગાણા ઃ તેલંગાણામાં પણ કોવિડ-19ના નવા કેસો વણથંભ્યા ચાલુ રહેવાને કારણે રાજ્યમાં નજીકના ભવિષ્યમાં જ ઓક્સિજન સિલિન્ડર્સની ખેંચ સર્જાવાની સંભાવના છે. કોવિડ-19ના કેસોમાં નોંધપાત્ર વધારાને કારણે ઓક્સિજન સિલિન્ડર્સની માગમાં પણ વધારો થયો છે, જેના પગલે રાજ્યમાં સંસાધનોની અછત સર્જાશે. સપ્લાયર્સ અને હોસ્પિટલો પાસે ઓક્સિજન સિલિન્ડર્સ ખૂટી જવાને કારણે દર્દીઓ સતત તકલીફ ભોગવી રહ્યા છે.

કર્ણાટક ઃ “કેસોની સંખ્યા વધી હોવાને કારણે તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે. કેઆઈએમએસ પણ હાલના દિવસોમાં આ જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને દર્દીઓને તાત્કાલિક ધોરણે બાઉરિંગ અને વિક્ટોરિયા હોસ્પિટલો ખાતે શિપ્ટ કરવામાં આવી રહ્યા છે.” એમ સુધાકરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મહામારીને કારણે ઓક્સિજનની માગ 4-5 ગણી વધી છે. જોકે, જિલ્લાઓમાં ઓક્સિજનની અછતની સમસ્યા હજુ સુધી સર્જાઈ નથી, કેમકે ત્યાં કોરોના વાયરસના બેંગલુરુ જેટલા વધુ કેસો નથી. રાજ્યમાં બેંગલુરુ, મહામારીનું મુખ્ય કેન્દ્ર છે અને તેમાં મહત્તમ કેસો તેમજ મૃત્યુ નોંધાયા છે. ઓક્સિજનની માગ વધી હોવાને કારણે તેના ભાવ પણ વધ્યા હોવાનું જણાવતા સુધાકરે ઉમેર્યું કે જો જરૂર પડશે તો સરકાર રાજ્ય કક્ષાએ ભાવ નિયંત્રિત કરશે.

મધ્યપ્રદેશ

મધ્ય પ્રદેશમાં નોવેલ કોરોનાવાયરસના સક્રિય કેસોની સંખ્યા વધવાનું સતત ચાલુ હોવાથી રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં કબૂલ્યું છે કે ગંભીર કેસોની સારવાર માટે ઓક્સિજનની મોટાપાયે તંગી સર્જાઈ છે. મધ્ય પ્રદેશના એડવોકેટ જનરલ પુરુશૈન્દ્ર કૌરવે હાઈ કોર્ટની ઈન્દોર બેન્ચ સમક્ષ જણાવ્યું કે “કોવિડ-19ના દર્દીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે અને લિક્વિડ ઓક્સિજનના પુરવઠાના ભાવને કારણે મરી રહેલા લોકો તરફ સરકાર આંખ આડા કાન કરી શકે નહીં.” તેમણે રાજ્યમાં લિક્વિડ ઓક્સિજનનો પુરવઠો બંધ નહીં કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ આપવાની માગણી કરી હતી. મધ્ય પ્રદેશને મેડિકલ ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડનારા મુખ્ય સપ્લાયર્સમાં સ્થાન ધરાવતા તેમજ સૌથી વધુ કેસો ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રની સરકારે 7મી સપ્ટેમ્બરના આદેશમાં સ્થાનિક ઉદ્યોગને તેમના ઓક્સિજનના ઉત્પાદનનો 80 ટકા પુરવઠો રાજ્યની જરૂરિયાતો માટે અનામત રાખવા જણાવ્યું છે.

ઉત્તરપ્રદેશ

ઓક્સિજનના વધી રહેલા ભાવને કારણે હવે તેની પર્યાપ્ત ઉપલબ્ધિ નહીં હોવાને કારણે કોરોના વાયરસના ચેપની સારવાર લઈ રહેલા દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો વપરાશ અચાનક બેથી ત્રણ ગણો વધી ગયો છે, જ્યારે ઓક્સિજન સપ્લાય કરતી કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન માગને પહોંચી વળવા સક્ષમ નથી રહ્યું. ઓક્સિજનની વધી રહેલી માગને કારણે ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનના વેન્ડર્સે કાળાં બજાર શરૂ કર્યાં છે. જરૂરતમંદોએ નિર્ધારિત ભાવથી બેથી ત્રણ ગણી વધુ રકમ ચૂકવવી પડે છે. મેરઠમાં એલએલઆરએમ મેડિકલ કોલેજનું ઉદાહરણ લઈએ તો અહીં લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટમાં પાંચ ટન લિક્વિડ ઓક્સિજન ભરવામાં આવ્યો હતો, જે અગાઉ એક અઠવાડિયું ચાલતો હતો. હવે આ પુરવઠો ફક્ત બે જ દિવસમાં પૂરો થઈ જાય છે. આ સાથે જ અગાઉ દરરોજ 200 ઓક્સિજન સિલિન્ડર્સની જરૂર હતી, જેની સામે હાલ 575 ઓક્સિજન સિલિન્ડર્સની વ્યવસ્થા કરવી પડે છે. આ જ સ્થિતિ આગ્રાની મેડિકલ કોલેજ તેમજ રાજ્યની અન્ય અગ્રણી હોસ્પિટલોમાં છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં જોધપુર શહેરમાં હજારો માઈલ દૂર 960 પથારીની સવલત ધરાવતી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ આવેલી છે, જે ધીમે ધીમે કોવિડ-19ના દર્દીઓથી ઉભરાઈ રહી છે. 400 જેટલા અનામત રાખવામાં આવેલી પથારીઓમાંથી મોટા ભાગની ભરાયેલી છે અને 110 જેટલાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાંથી 100 યુનિટો રોકાયેલાં છે. (14.09.2020)

પુરવઠાના અભાવને કારણે હોસ્પિટલની લિક્વિડ ઓક્સિજનની બે ટાંકીઓ ખાલી છે. હોસ્પિટલના વરિષ્ઠ અધિકારી એન.આર. બિશ્નોઇએ જણાવ્યું કે "દર્દીઓ વધી રહ્યા હોવાથી અમે સિલિન્ડરનો પુરવઠો મેળવવા વિવિધ ડીલર્સ સાથે ગોઠવણ કરી રહ્યા છીએ." ભિવંડીમાં અંકિત સેઠિયાને ઓક્સિજનની સતત માગણી કરી રહેલા આતુર હોસ્પિટલ માલિકોના સતત ફોન આવ્યા કરે છે. પાછલા સપ્તાહને અંતે તેમણે નજીકની ખાનગી હોસ્પિટલને જમ્બો સિલિન્ડર આપ્યું હતું.

બિહાર ઃ બિહારમાં કોવિડ-19ના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી હોવાને કારણે ઓક્સિજન સિલિન્ડર્સની તંગી સર્જાઈ હતી. કેટલાક દાતાઓએ કોરોના વાયરસના ટેસ્ટનું પોઝિટિવ પરિણામ ધરાવતા લોકોને વિના મૂલ્યે સેવા આપવા માટે ઓક્સિજન સિલિન્ડરની 20થીયે વધુ ખાનગી બેન્કો ખોલી છે. દરમ્યાન, સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ પ્રત્યય અમ્રિતે જણાવ્યું છે કે બિહારમાં હવે ઓક્સિજન સિલિન્ડર્સની અછત નથી.

ઓરિસ્સા ઃ ગંજમ જિલ્લાના કુકુડાખાંડી બ્લોક હેઠળના ઝોન - 10ના જિલ્લા પરિષદ સભ્ય મોહન દાસનો એક વિડિયો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે સારવાર માટે હોસ્પિટલમાં દોડી જનારા અનેક દર્દીઓ ઓક્સિજન સપોર્ટના અભાવે તેમનાં જીવ ગુમાવી રહ્યા છે. એ નોંધવું જોઈએ કે ઓડિશાના દક્ષિણના જિલ્લાઓના મોટા ભાગના દર્દીઓએ સારવાર માટે એમકેસીજી હોસ્પિટલ ઉપર નિર્ભર રહેવું પડે છે..

રાજ્ય સરકારોનો પ્રતિસાદ કેવો છે :-

છેલ્લાં ત્રણ અઠવાડિયામાં પંજાબમાં કોવિડના વધતા જતા કેસ અને મૃત્યુ વચ્ચે અમરિન્દર સિંઘના નેતૃત્ત્વવાળી પંજાબ સરકારે પાડોશી રાજ્યો અને સ્થાનિક મેન્યુફેક્ચરર્સ પાસેથી મદદ માગી છે, કેમકે રાજ્યભરની હોસ્પિટલોમાં લિક્વિડ ઓક્સિજનનો પુરવઠો ખૂટી ગયો છે. પંજાબ સરકારે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને પત્ર લખીને લિક્વિડ ઓક્સિજનનો પુરવઠો આપવા વિનંતી કરી છે. સરકારને ભય છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં ઓક્સિજનનો પુરવઠો ખલાસ થઈ જશે. રાજ્ય સરકારે રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતા મુખ્ય ઉત્પાદકોને પણ રાજ્યની હોસ્પિટલોને પુરવઠો પૂરો પાડવાની પ્રાથમિકતા રાખવા જણાવ્યું છે.

મધ્ય પ્રદેશ ઃ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે તાત્કાલિક ધોરણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને મદદ મેળવવા માટે હાથ લંબાવ્યો છે. ઠાકરેએ ઓક્સિજનનો પુરવઠો ચાલુ રાખવાની ખાતરી આપી હોવાનું કહેવાય છે. કેન્દ્ર સરકારે પણ દરમ્યાન ગીરી કરી છે અને મધ્ય પ્રદેશને દૈનિક 50 ટન ઓક્સિજનનો પુરવઠો આપવા માટે સંમતિ દર્શાવી હોવાનું મુખ્ય મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે જણાવ્યું છે.

આંધ્ર પ્રદેશ ઃ કેટલાંક રાજ્યો લિક્વિડ ઓક્સિજનના અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં અસહયોગ કરી રહ્યા હોવાની કેન્દ્ર સરકારને જાણ કરાયા બાદ કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ સહિત કેટલાંક રાજ્યોને આ બાબતે સૂચના આપી છે. દેશમાં કોરોનાવાયરસના સૌથી વધુ કેસો ધરાવતાં રાજ્યોને તેમની તમામ સ્વાસ્થ્ય સંભાળ સવલતો ખાતે મેડિકલ ઓક્સિજનનો પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ રાજ્યની અંદર તેમજ અન્ય રાજ્યમાં ઓક્સિજનના સિલિન્ડર્સની હેરફેર વિના રોકટોકે કરવા માટે કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્ર ઃ કોવિડ સમયે સર્જાયેલી ઓક્સિજન સપ્લાયની તંગી માટે સરકાર કેટલાંક પગલાં લેવાના પ્રયાસો કરી રહી છે. કોવિડ-19ના દર્દીઓ ઓક્સિજનની ખેંચની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં બે મુખ્ય સપ્લાયર્સ છે. સરકાર કોવિડના દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે 216 ટ્રકો ઉમેરશે. આ ટ્રકોમાં ઓક્સિજનનો પુરવઠો લાવવા-લઈ જવા માટે જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે.

બિહાર ઃ રાજ્યના મુખ્ય મંત્રીએ હોસ્પિટલોમાં ઓક્સિજન સાથેની પથારીઓની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ 10 લીટર અને તેથી વધુ ક્ષમતા ધરાવતાં 5,000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પૂરાં પાડવાની માગણી કરી છે. તેમણે અત્યંત ભારે લક્ષણો ધરાવતા દર્દીઓ માટે 3000 જેટલાં હાઈ-ફ્લો નસલ કેન્યુલા પણ માંગ્યાં છે.

રાજ્યો દ્વારા વધતી જતી માગ સાથે વધતા જતા ભાવ :-

માગકિંમત
પશ્ચિમ બંગાળ ઃ- ચારથી પાંચ ગણો વધારો.ઉત્તર પ્રદેશ ઃ- નાના સિલિન્ડર માટે રૂા. 130થી વધીને રૂા. 315, સિલિન્ડર સામેની સિક્યોરિટી રકમ રૂા. 5000થી વધીને રૂા. 10,000.
રાજસ્થાન ઃ- દૈનિક 1500-200 સિલિન્ડર્સથી વધીને 8000-9000 સિલિન્ડર્સ.બિહાર ઃ- 10 લીટરના સિલિન્ડરનો ભાવ રૂા. 7000થી વધીને રૂા. 8500
પંજાબ ઃ- જુલાઈમાં 181 દર્દીઓને ઓક્સિજનની જરૂર હતી, જ્યારે 10મી સપ્ટેમ્બરના રોજ 10,544 દર્દીઓ ઓક્સિજન ઉપર હતા.ગુજરાત ઃ- એક લીટર ઓક્સિજનના રૂા. 8.5થી વધીને રૂા. 28થી 35.
કર્ણાટક ઃ- કોવિડ પહેલાં 100-150 મેટ્રિક ટનની આવશ્યકતા વધીને 500 મેટ્રિક ટન થઈ છે.
ઉત્તર પ્રદેશ ઃ- દૈનિક લગભગ 250 સિલિન્ડર્સથી વધીને દૈનિક 800-900 સિલિન્ડર્સ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.