નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે AIIMS હોસ્પિટલને આદેશ આપ્યો કે, તે હોસ્પિટલની ફાર્મસીમાં દવાઓ અપાવવાનું સુનિશ્ચિત કરે. જજ વિપિન સાંઘી અને જજ રજનીશ ભટનાગરે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી સુનાવણી બાદ AIIMS હોસ્પિટલને 14 મે સુધી આ આદેશના અનુપાલનનો અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન AIIMSએ કહ્યું કે, હોસ્પિટલની ફાર્મેસી કાઉન્ટર 6 મેથી સંપૂર્ણ શરૂ થયાં છે. ફાર્મેસી કાઉન્ટર પર સવારે 10 વાગ્યેથી સાંજે 5 વાગ્યા સુધી દવાઓ આપવામાં આવી રહીં છે. AIIMSએ કહ્યું કે, તે દર્દીઓને દવા મળી રહે તેવી વ્યવસ્થા કરશે. ત્યારે કોર્ટે AIIMSને કહ્યું કે આનો ઉપાય એક દિવસની અંદર કરો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાને કારણે આ દર્દીઓને AIIMSની મફત દવાઓ મળતી નથી, જે તેઓ પહેલાં મેળવતા હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, AIIMSને તેમના મફત દવાઓનું કાઉન્ટર ફરીથી ખોલવા માટે આદેશ આપવો જોઇએ. લોકડાઉન દરમિયાન રાત્રિના આશ્રય સ્થાનમાં રહેતા દર્દીઓને જીવન બચાવવાની દવાઓ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.